શીરો બનાવવામાં ઘી, મરી, સૂકો મેવો અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરને ઉર્જા આપે છે. શીરાથી થનારા ફાયદા વિશે જાણીએ એક્સપર્ટ સોમાલી અધિકારી પાસેથી...
બેસનમાં જિંક, ફાઈબર અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત બેસન ખૂબ જ બેસ્ટ વિકલ્પ છે. જેનું સેવન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને મેટાબૉલિજ્મને ઉત્તમ બનાવે છે.
શીરો બનાવવા માટે ઘીની સાથે એક વાટકી બેસન કડાઈમાં નાંખો અને શેકી લો. જેમાં બે કપ દૂધ અને પોણી ચમચી હળદરનો પાવડર, મરી, ઈલાયચી, 4 ચમચી ખાંડ મિક્સ કરો. હવે તેને 5 મિનિટ સુધી શેકાવા દો. સામાન્ય રગડા જેવું થવા પર તેને પીરસો.
શીરાની તાસીર ગરમ હોય છે. જો તમને ગળામાં દુખાવો હોય, તો શીરાનું સેવન કરવાથી જલ્દી રાહત મળશે. આ સાથે જ તે ખાંસીની સમસ્યાને પણ દૂર કરે છે.
શરદી થવાના કારણે વારંવાર છીંક આવી રહી હોય, તો શીરાનું સેવન કરવું જોઈએ. જેને ખાવાથી ગળામાં જામેલો કફ પીગળવા લાગે છે. આ ઉપરાંત માથાના દુખાવામાં પણ આરામ મળે છે.
જો તમને વાયરલ ફીવર થઈ ગયો હોય, તો રાતે સૂતા પહેલા શીરાનું સેવન કરવું જોઈએ. જેનાતી આરામ મળે છે. આ સાથે જ તે નાકમાંથી વહેતા પાણીની સમસ્યામાંથી છૂટકારો અપાવશે.
શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય, તો રાતે સૂતા પહેલા શીરાનું સેવન કરી શકો છે. જેની તાસીર ગરમ હોવાના કારણે બંધ નાક ઝડપથી ખુલી જાય છે.