આદુ સાચવવાની યોગ્ય રીત નથી ખબર!, ફિકર નોટ ચાલો જાણીએ


By Jivan Kapuriya22, Aug 2023 12:28 PMgujaratijagran.com

જાણો

આદુનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે.તે માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

યોગ્ય રીત

ઘણીવાર આપણે ઢલાબંધ આદુની ખરીદી કરી લઈએ છીએ અને તેને ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ, પરંતુ આ યોગ્ય રીત નથી,તો ચાલો જાણીએ તેને સ્ટોર કરવાની સાચી રીત વિશે.

સૂકું આદુ લો

જો તમે આદુનો સંગ્રહ કરવાનું વિચારી રહ્યા છો તો તેને ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે આદુ શુષ્ક અને સ્વચ્છ હોવું જોઈએ. ભીનું આદુ ઝડપથી બગડી જાય છે.

ઝિપ લોક બેગમાં રાખો

જો તમે આદુને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો તો, તેને છોલ્યા વગર ઝિપ લોક બેગમાં રાખો, બધી હવા કાઢી નાખો અને તેને ફ્રીજમાં રાખો.

છાલ ઉતારો

આદુને છાલ ઉતારીને પણ ઝિપ લોક બેગમાં રાખી શકાય છે. પરંતુ તેને 7 થી 8 દિવસથી વધુ સંગ્રહિત નથી કરી શકાતું.

પેસ્ટ બનાવીને રાખો

આદુને ઝીણીને પેસ્ટ બનાવો અને તેને આઇસ ટ્રેમાં રાખો.જ્યારે તે થિજી જાય પછી તેને બરણીમાં રાખો અને ફરીથી ફ્રિજમાં રાખો મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.

કાગળના ટુવાલમાં લપેટીને રાખો

જો તમે આદુને માત્ર 5-7 દિવસ માટે ફ્રેશ રાખવા માંગો છો તો પછી તેને છાલ્યા વગર પેપર બેગ અથવા કાગળના ટુવાલમાં વપેટીને રાખો.

લીંબુનો રસ નાખો

આદુને ધોઈને સારી રીતે લૂછી લો. પછી તેને કાચની બરણીમાં ભરીને તેમાં લીંબુનો રસ નાખી કરીને ફ્રીજમાં રાખો.

વિનેગર નાખો

આદુમાં વિનેગર મિક્સ કરીને બરણીમાં રાખો.આ રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે.

એસિટિક પ્રવાહી નાખો

આદુને છોલીને ધોઈ લો, પાણી સૂકાય એટલે કાચની બરણીમાં રાખો.પછી તે બરણીમાં એસિટિક પ્રવાહી નાખીને ફ્રીજમાં રાખી શકો છો.

છાલ કે કાપશો નહીં

જો તમે આદુને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો, તો તેની છાલ ન કાઢો અથવા તેના ટુકડા ન કરો. આ તેને ઝડપથી બગાડે છે.

સૂકી જગ્યાએ રાખો

જો આદુમાં ભેજ કે હવા ન હોય તો તેને ત્રણ અઠવાડિયા સુધી ફ્રીજમાં સુરક્ષિત અને ફ્રેશ રાખી શકાય છે.

એર ટાઈટ કેન્ટેનરમાં રાખો

જો તમે આદુને મોટા ટુકડા કરીને સાચવવા માંગતા હોવ તો તમે તેને એક ટાઈટ કન્ટેનરમાં રાખીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

આ રીતે તમે પણ આદુને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવી, આવો જાણીએ