ધાણાના પાંદડાની સુગંધ ભોજનનો સ્વાદ અનેક ગણો વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
પરંતુ કોથમીર ખૂબ જ ઝડપથી બગડવા લાગે છે.
જો તમારી પસે ઘરે ફ્રીજ નથી તો તમે આ પદ્ધતિઓથી કોથમીર સ્ટોર કરી શકો છો.
કોથમીરને ધોઈને પાણી નીતારી દો,પછી દાંડી કાપી લો.
કોથમીરના મૂળને 1 ગ્લાસ પાણીમાં ડુબાળીને રાખો.
હવે કોથમીરને પોલિથીન બેગ વડે કવર કરી લો.
આ પાણીને દિવસમાં એકવાર બદલો. જો કોથમીર પાણીમાં ડુબવા લાગે તો કાઢી લો.
આ ટ્રીકથી કોથમીર એક અઠવાડિયા સુધી તાજી રહેશે.
કોથમીરને ધોઈ તેના પરના પાણીને સારી રીતે સૂકવી લો.
ધાણાને મલમલના કપડામાં લપેટી લો.તેનો ઉપયોગ 3 થી 4 દિવસ સુધી કરી શકાય.
કોથમીરને પાણીથી ધોઈ સૂકવીને કપડા પર મૂકી દો જેથી કરીને તેનો સંગ્રહ કરી શકાય.
હવે કોથમીરને કાગળમાં લપેટી લો. આમ કરવાથી કોથમીર 4 થી 5 દિવસ સુધી તાજી રહેશે.
સંગ્રહ કરતી વખતે કોથમીર ભીની ન હોવી જોઈએ,પાણીથી કોથમીર સડી જશે.
ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.