આજના સમયમાં માર્કેટમાં દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઘીમાં અનેક રીતે ભેળસેળ કરવામાં આવે છે. આ પ્રકારનું ઘી સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન કરા છે. આવી સ્થિતિમાં તમે ઘરે દેશી ઘી બનાવીને ખાઈ શકો છો. ચાલો જાણીએ.
ઘરે દેશી ઘી બનાવવા માટે રોજ દૂધની મલાઈ થોડા દિવસો સુધી ભેગી કરો. તેને ફ્રિજમાં સારી રીતે રાખી મૂકો,જે તેને ખરાબ નહીં થવા દે.
જ્યારે મલાઈ ઘી બનાવવા જેટલી ઘટ્ટ થઈ જાય ત્યારે તેને એક મોટા બાઉલમાં કાઢી લો,હવે તેમાંથી બટર નીકળી જાય ત્યાં સુધી ક્રીમને હલાવતા રહો.
ક્રીમને સતત્ત ફેરવ્યા પછી તેમાંથી માખણ નીકળશે તેને એક પાત્રમાં ભેગુ કરીને ફ્રિજમાં રાખો.ઓછામાં ઓછા 2 કલાક ફ્રિજમાં રાખો.
એક વાસણ બરાબર ગરમ કરો અને પછી તેમાં માખણ નાખો અને સત્તત હલાવો.
હવે માખણ ઓગળવા લાગશે.આવું થવા લાગે ત્યારે ક્યારેક ક્યારેક હલાવતા રહો.ધીમે-ધીમે ઘી બનવા લાગશે અને પાણીનો ભાગ વધારાની ક્રીમ ભળીને ઉપર ભેગી થઈ જશે.
જો તમે તમારા ઘરે બનાવેલા દેશી ઘમાં સ્વાદ ઉમેરવા માંગો છો તો તમે તેમાં લવિંગ અથવા એલચી પણ નાખી શકો છો.પણ ખાસ ધ્યાન રાખો કે ઘી કે માખણ વાસણ પર ચોંટી ન જાય તે માટે સત્તત હલાવતા રહો.
હવે જ્યારે ઘીનો રંગ ઓછા સોનેરી થઈ જાય ત્યારે તેને ઠંડુ થવા દો.ઘી ઠંડુ થાય પછી તેને ગાળીને સ્વચ્છ પાત્રમાં રાખો.
ટિપ્સ ગમી હોય તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.