લીલા શાકભાજી રાંધતા પહેલા ગૃહિણીઓએ આ કામ ખાસ કરવું જોઈએ, જાણી લો જલ્દી


By Jivan Kapuriya21, Aug 2023 02:31 PMgujaratijagran.com

જાણો

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.પરંતુ તેને ખાવાથી તમે બીમાર પણ થઈ શકો છો, હા તમે સાચું સાંભળ્યું . લીલા શાકભાજીને રાંધતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.નહીં તો તમે બીમાર થઈ શકો છો.

હાથથી સાફ કરો

લીલા પાંદડાવાળા શાકભાજીને પાણીમાં ધોતા પહેલા હાથ વડે સાફ કરવું જરૂરી છે.

જંતુઓ નિકળી જાય છે

હાથ વડે શાકભાજી ધોવાથી તેમાં જંતુઓ અને માટી સાફ થઈ જાય છે.

ગરમ પાણીથી ધોઈ લો

એક વાસણમાં પાણીને થોડું ગરમ કરો અને તેમાં પાંદડાવાળા શાકભાજી અથવા લીલા શાકભાજીને બોળીને સાફ કરો.

ફૂડ પોઇઝનિંગથી બચો

ગરમ પાણીમાં શાકભાજી ધોવાથી ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર સમસ્યાથી બચી શકો છો.

બેકિંગ સોડા

શાકભાજીને રાંધતા પહેલા ખાવાનો સોડા મિશ્રિત પાણીમાં બોળી દો, પછી તે પાણીથી સારી રીતે ધોઈ લો.

જંતુઓનો નાશ થશે

બેકિંગ સોડામાં શાકભાજીને ધોવાથી તેમાં રહેલા અદ્રશ્ય જંતુઓનો નાશ થાય છે.

ટ્રાય કરો

જો તમે લીલા શાકભાજીને એમનામ રાંધી લો છો તો એવું ના કરશો,પરંતુ રાંધતા પહેલા આ રીતને ફોલો કરશો.

વાંચતા રહો

ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફટકડીના 7 કમાલના ફાયદા, જાણીને થઈ જશો દંગ