ખાધા પછી પેટમાં થાય છે બળતરા? જાણે તેનું કારણ અને બચવાના ઉપાય


By Hariom Sharma04, Sep 2023 07:53 PMgujaratijagran.com

ખાધી પછી પણ પેટમાં બળતરા થવા એ એસિડિટીનું એક કારણ છે. જો આ સમસ્યાનું લાંબા સમય સુધી ઇલાજ ના કરવામાં આવે તો, આ ગંભીર સ્વરૂપ લઇ શકે છે. આનાથી પાચન તંત્ર પર અસર થઇ શકે છે. આવો જાણીએ તેનાથી બચવાના ઉપાય વિશે.

પેટમાં બળતરા થવાનું કારણ

આ સમસ્યા વધારે અનહેલ્ધી ખાવાથી અથવા ખોટા સમયે ખાવાનું ખાવાથી પણ થઇ શકે છે. જે લોકો વધુ મસાલેદાર ખોરાક ખાય છે, તેઓને આ સમસ્યાનું જોખમ વધુ રહે છે.

અન્ય કારણ

ખાધા પછી પેટમાં બળતરાનું એક કારણ ફૂડ પોઇઝનિંગ, પ્રેગનેન્સી દરમિયાન એસિડ રિફ્લક્સ અને બ્લોટિંગ વગેરે એસિડિટીના કારણે પણ થઇ શકે છે.

વરિયાળીનું પાણી

પેટમાં બળતરાની સમસ્યા દૂર કરવા માટે વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છ. આ સમસ્યાથી બચવા માટે એક ચમચી વરિયાળીને પાણીમાં પલાળો. આને 6-7 કલાક સુધી પલાળી રાખ્યા પછી ગાળી લો. આ પાણીને સેવન સવારના સમયે કરો.

ગોળનું સેવન

ખાધા પછી પેટની બળતરાનો ઇલાજ ગોળથી પણ કરી શકાય છે. ખાલી પેટ ગોળનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. ખાધા પછી પેટમાં બળતરા થવા પર તમારે એક ટૂકડો ગોળ ખાવો જોઇએ.

એલોવેરા જ્યૂસ

એલોવેરા જ્યૂસ પણ પેટની સમસ્યામાં ખૂબ જ ફાયદાકરક હોય છે. એલોવેરા જ્યૂસ પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને અપચો, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. એલોવેરા જ્યૂસ સવારે ખાલી પેટ પીવો જોઇએ.

ખાવાનો સમય

જો તમે પેટના બળતરથી પરેશાન છો તો, સૌથી પહેલા તમે તમારા ખાવાનો સમય સુધારો અને તેને ફિક્સ કરો. અનિયમિત સમયે ખાવાથી પણ પેટમાં બળતરા થઇ શકે છે.

પેટ રહે છે ખરાબ, શરૂ કરો પ્રોબાયોટિક્સનું સેવન