પ્રોબાયોટિક ફૂડનું સેવન માણસના શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. ગુડ બેક્ટેરિયા વધવાથી ડાયઝેશનથી લઇને ઈમ્યૂનિટી સુધી ઘણા ફાયદા થાય છે. ડાયેટમાં આ ફૂડનો સમાવેશ કરો.
નેચરલ પ્રોબાયોટિક ફૂડમાં દહીં સૌથી બેસ્ટ અને સારો ઓપ્શન છે. આને ડેલી ડાયેટમાં સામેલ કરવાથી ડાયેઝેશન સારું રહે છે.
ઈડલી અને ઢોંસા બંને ફેરમેન્ટેશનની પ્રોસેસથી બનાવવામાં આવે છે. આમાં ફર્મેટેડ ચોખા અને દાળને ઉપયોગ થાય છે. આમાં બાયો અવેબેલિટી વધે છે અને શરીરને વધુ પોષણ મળે છે.
પનીરને પ્રોબાયોટિક્સને એક સારો સોર્સ ગણવામાં આવે છે. તમે આને કાચું અથવા ફ્રાય કરીને પણ ખાઇ શકો છો, આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ફર્મેન્ટેડ સોયાબીનની તમે ચટણી અથવા અથાણું વગેરે રીતે બનાવી ખાઇ શકો છો. આનાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે.
જાપાની મિસો સૂપને ફર્મેન્ટેડ સોયાબીન પેસ્ટથી બનાવવામાં આવે છે. આ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ હાર્ટની સાથે ડાયઝેશન માટે પણ ખૂબ જ સારું હોય છે.