Weight Loss Tips: 30 દિવસમાં વજન ઘટાડવા માટે આ 5 કસરત કરો


By Vanraj Dabhi04, Sep 2023 04:59 PMgujaratijagran.com

જીમની કસરત

વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અજમાવતા હોય છે, આહારમાં ફેરફાર કરો,જીમમાં જાવ વગેરે.

ટિપ્સ

પરંતુ તેમ છતાં જો વજન ઓછું ન થાય તો ચિંતા વધી જાય છે, આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

જોગિંગ

વજન ઘટાડવાની આ સૌથી અસરકારક પદ્ધતિ છે, જોગિંગ કરવાથી વજન ઓછું થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

સાયકલિંગ

તેનાથી પણ વજન ઘટે છે,દરરોજ સાયકલ ચલાવવાથી વજન ઓછું થાય છે, દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સાયકલ ચલાવો,તેની અસર જલ્દી દેખાવા લાગશે.

વોકિંગ

ચાલવાથી વધુ કેલરી બર્ન થાય છે,જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ 40-45 મિનિટ ચાલવાથી વજન ઘટશે.

દોરડા કૂદ

વજન ઘટાડવા માટે આ સૌથી અસરકારક કસરત છે.તમે ઘરે પણ આ કરી શકો છો.વજન ઘટાડવા માટે દરરોજ 20-25 મિનિટ આ કરો.

પુશઅપ

જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો વજન ઘટાડવામાં પુશ અપ્સ સૌથી અસરકારક સાબિત થશે,ઘરે રોજ પુશ અપ કરવાથી વજન ઘટશે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ ફળા કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રામબાણ છે