ખરાબ ખાવાની આદતોના કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે તમે ગંભીર બીમારીનો શિકાર બનો છો.
જો તમે પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો તો તેને ઘટાડવા માટે તમે આ ફળોનું સેવન કરી શકો છો.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ખૂબ જ ફાયદાકારક ફળ છે, તે દ્રવ્ય ફાઇબરથી ભરપૂર હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે.
કેળામાં ફાઈબર અને પોટેશિયમની માત્રા વધુ હોય છે. જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે.
પાઈનેપલ વિટામિન,મિનરલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે તેમાં રહેલ બ્રોમેલેન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેથી તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
ઓવોકાડો ઓલિક એસિડથી ભરપૂર હોય છે જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, આમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.
જે હાનિકારક LDL કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ કરે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.