ઉધઈને દૂર કરવા આ ઉપાય અજમાવો


By Smith Taral18, Jan 2024 01:21 PMgujaratijagran.com

સમય સમય પર જો ઉધઈનું નિયંત્રણ કરવામા ના આવે તો એ લાકડાને કોતરીને પોલુ કરી દે છે. આવામા કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને આ સમસ્યાનુ નિવારણ લાવી શકાય છે. વરસાદના સમયે ભેજનું વાતાવરણ રહે છે તેવા સમયે ઉધઈં આવાની શરુ થાય છે. ઉધઈં પર સમય પર નિયંત્રણ લાવવામાં ના આવે તો ઘરમાં લાકડા અને તેનાથી બનેલી વસ્તુઓેને ખૂબ નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય.

લીમડાનું તેલ કરશે કામ

જો તમારા ઘરમાં લાકડાના કોઈ પણ સામાન પર ઉધઈ આવી ગઈ હોય તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. રુ ને લીમડાના તેલમાં ડુબાડી જ્યાં ઉધઈને આવી છે ત્યાં લગાવું. તેલ સિવાય તમે લીમડાના પાનનો રસ બનાવીને પણ લગાવી શકો છો.

લીંબુ વિનેગર

ઉધઈથી છુટકારો મેળવવા માટે લીંબુ વિનેગર અસકારક નિવડે છે. એક સ્પ્રે વાળી બોટલમાં લીંબુ વિનેગર ભરી દો અને જ્યા ઉધઈ આવી છે ત્યા છાંટી દો.

મીઠું અને ગરમ પાણી

ઉધઈને પૂરી રીતે નાશ કરવા માટે મીઠા અને ગરમ પાણીનું કોમ્બીનેશન એક સારો ઉપાય છે. મીઠાવાળા ગરમ પાણીને સ્પ્રે વાળી બોટલમાં ભરીને છંટકાવ કરવાથી થોડા દિવસોમાં ઉધઈનો નાશ થઈ જાય છે.

લાલ મરચું

લાલ મરચું પાવડર પણ ઉધઈ ભગાડવા કામમાં આવે છે. જ્યા પણ ઉધઈ આવે છે ત્યા લાલ મરચાનો પાવડર ભરી દો, આનાથી ઉધઈ મરી જશે.

લાકડાના સામાનને તાપમાં રાખવું

લાકડાના સામાન કોઈ પણ સામાનને ઉધઈ લાગી હોય તો તેને તાપમાં 4-5 કલાક સુધી મુકી રાખો. થોડા દિવસો સુધી આમ કરવાથી ઉધઈ દૂર થઈ જશે.

હવે ગરોળીને ભગાવો, આ ઉપાય અજમાવો અને મેળવો છુટકારો