હવે ગરોળીને ભગાવો, આ ઉપાય અજમાવો અને મેળવો છુટકારો


By Smith Taral18, Jan 2024 12:19 PMgujaratijagran.com

જો ઘરમાં તમે ગરોળીથી ખૂબ પરેશાન છો, અને વારેવારે ભગાડવાથી પણ પાછી આવી જાય છે. તો તમારે આ ટ્રીક્સ અજમાવવા જેવી છે. આ સ્ટોરીમાં અમે તમને કેટલાર ઘરેલુ ઉપચાર જણાવીશું જે તમારી આ સમસ્યાને દૂર કરશે.

ઈંડાના છોતરા

ઈંડાના છોતરા ત્યા મુકી દો જ્યા ગરોળી સૌથી વધારે આવતી હોય, ઈંડાના છોતરાને જોઈને ગરોળી ત્યાં આવતા ડરશે. ગરોળીને ઈંડાના છોતરાની સ્મેલ પણ પસંદ નથી તે કારણસર તે એનાથી દૂર ભાગે છે.

કોફી અને કાથાનો પાવડર પણ છે સારો ઉપાય

કોફી અને કાથાનો પાવડર મીક્સ કરીને તેની જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી તમે એની નાની ગોળી બનાવી ને એ જગ્યા પર મૂકી દો જ્યાં ગરોળી સૌથી વધારે આવતી હોય.

ડુંગળી અને લસણ

ડુંગળીના છોતરાથી પણ ગરોળી ભાગે છે. ડુંગળીના છોતરાને બધા ખુણે મૂકી દેવા. એ સિવાય લસણની કળીઓ પણ બારી- દરવાજા પર લટકાવી દો. આ કરવાથી તમને હંમેશા માટે ગરોળીઓના ત્રાસથી છુટકારો મળી જશે.

You may also like

ચમકવા લાગશે ટાઈલ્સ, આ વસ્તુઓથી ડાગને જડથી દૂર કરો.

મોજાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે આ ટિપ્સ અજમાવો

કાળી મરી છે ગરોળીની દુશ્મન

કાળી મરીથી ગરોળીને એલર્જીક રીએકશન થઈ જાય છે. કાળી મરીને પાણીમાં પલાડીને રાખો, હવે આ પાણીનો એ જગ્યાએ છંટકાવ કરો જ્યા ગરોળી સૌથી વધારે આવતી હોય. તમે લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.

આ ઉપાયો અજમાવાથી તમે સરળતાથી ગરોળીના ત્રાસથી છુટકારો મેળવી શકો છો. આવીજ જરૂરી માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

જો શાકમાં હળદર વધારે થઈ જાય તો, આ સ્માર્ટ ટ્રીક અજમાવો