જો શાકમાં હળદર વધારે થઈ જાય તો, આ સ્માર્ટ ટ્રીકથી બરાબર કરો


By Vanraj Dabhi18, Jan 2024 10:42 AMgujaratijagran.com

રસોઈની ટિપ્સ

ઘણી વખત જો શાકમાં વધુ પડતી હળદર પડી જાય તો શાકનો આખો સ્વાદ બગડી જાય છે. પરંતુ આ આજે અમે કેટલાક સ્માર્ટ હેક્સ જણાવીશું જે વાનગીમાં વધારાની હળદરને સરળતાથી ઠીક કરી શકે છે.

દહીં

દહીં એક ઓલરાઉન્ડર વિકલ્પ છે, જો તમારા શાકમાં હળદર વધુ હોય, તો વાનગીમાં થોડા ચમચી દહીં ઉમેરી શકો છો.

પાણી

હળદરની કડવાશને ઠીક કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેમાં પાણી નાખો,તે સ્વાદને પરફેક્ટ બનાવે છે.

મલાઈ - માખણ

શાકમાં વધારાની હળદરને દૂર કરવા માટેનો બીજો સરળ હેક એ છે કે થોડા ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો.

લીંબુનો રસ

હળદરની કડવાશને ઘટાડવા માટે થોડો તાજા અને ખાટા લીંબુનો રસ છાંટીને પણ સ્વાદ સરભર કરી શકાય છે.

નાળિયેરની મલાઈ

નાળિયેરની મલાઈ ઉમેરવાથી પણ હળદરની કડવાશ ઓછી થાય છે.

વાંચતા રહો

આ ટિપ્સને તમે પણ અજમાવી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડુંગળીને સંગ્રહિત કરવાની યોગ્ય રીતો