જો તમને દાંતમાં કેવીટીની તકલીફ છે તો આ ઘરેલું ઉપચાર અપનાવો


By Smith Taral06, Feb 2024 11:56 AMgujaratijagran.com

દાંતનું જો વ્યવસ્થિત રીતે ધ્યાન ના આપવામાં આવે તો કેવીટી અને દાંતમાં દુખાવો થઈ શકે છે. આવામા આ કેટલાક ઘરેલું ઉપચાર અપનાવો, આ ઉપચારો તમને આ તકલીફમાં રાહત આપવામાં મદદ કરશે.

લવીંગનું તેલ

દાંતમાં દુખાવો અને કેવીટી માટે લવીંગનું તેલ એક સારો વિકલ્પ છે. આમા એન્ટી-ઈન્ફાલામેટરી અને એન્ટી-બેક્ટેરીયલ જેવા ગુણો જોવા મળે છે, જે કેવીટી જેવા બેક્ટેરીયાને સામે લડવામાં મદદ કરે છે. આની માટે તમે તલના તેલને લવીંગના તેલમાં મીક્સ કરી લો અને તેને કેવીટી પર લગાવી થોડી વાર માટે છોડી દો. આનાથી દાંતંમાં થતા દુખાવામા અને સોજામાં રાહત મળશે.

મીઠાથી મળશે રાહત

દાંતની કેવીટીમા રાહત મેળવવા માટે મીઠાનો ઉપયોગ કરવાથી મદદ મળે છે, આમા એન્ટી-બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે જે તમને બેક્ટરીયા સામે લડવામાં મદદ કરે છે. આની માટે અડધી ચમચી મીઠુ અને સરસવનું તેલ અને લીંબુ મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને દાંત અને પેઢાને પર લગાવો અને પછી કોગળા કરી લો.

લસણથી મળશે રાહત

લસણમાં એન્ટી-બેક્ટીરીયલ અને એન્ટી બાયોટીક ગુણો રહેલા હોય છે જે કેવીટીની તકલીફમાં રાહત આપે છે. આની માટે તમારે 4 લસણની કળીને ક્રશ કરીને તેમા ¼ ચમચી સિંધવ મીઠું મેળવીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને કેવીટીની જગ્યાએ લગાવી 10 મિનીટ માટે છોડી દો.

You may also like

પીળા દાંતથી છુટકારો મેળવવો આ છે તેના 7 પરફેક્ટ સોલ્યુશન્સ

કેળાની છાલ ચમકાવશે તમારા દાંત જાણો કેવી રીતે

હળદર પણ છે ઈલાજ

હળદરમા પણ છે ઔષધીય ગુણો છે જે દાંતને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી-બેક્ટીરીયલ અને એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો જોવા મળે છે જે તમને બેક્ટરીયા સામે લડવામાં મદદ કરે છે. આની માટે દાંત પર હળદર રગડો અને 5 મિનીટ પછી કોગળા કરી લો. આ સિવાય તમે હળદર વાળા દૂધનું પણ સેવન કરી શકો છો.

મુલેઠી છે ફાયદાકારક

આયુર્વેદીક જડી બુટીઓમાં મુળેઠીમા એન્ટી-બેક્ટીરીયલ ગુણો જોવા મળે છે જે દાંતની કેવીટી અને તેના દુખાવામાં રાહત આપે છે. આમાં બ્રશ કરવા માટે મુળેઠીના પાવડરનો ઉપયોગ કરો.

ઓઈલ પુલીંગ

મોંઢાની સમસ્યા દૂર કરવા ઓઈલ પૂલીંગ એક ઘણો સારો ઉપચાર છે. આમા નારીયેળનું તેલ અથવા તલનું તેલ કે પછી સરસવનું 1 ચમચી જેટલું તેલ લઈને ને તેને થોડા સમય સુધી મોંઢામાં રાખી ઓઈલ પુલીંગ કરો. આ કરવાથી બેક્ટેરીયાનો નાશ થાય છે.

અતિશય ભૂખ લાગી છે પણ કામમાં વ્યસ્ત છો તો આ હેલ્ધી ફાસ્ટ-મેડ વસ્તુઓ ખાઈ શકો છો