આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલમા લોકો પાસે પોતાની માટે નાશ્તો બનાવવા માટે પણ સમય નથી, એવામા ભૂખ મટાડવા માટે પેકેડ ફુડ અને અનહેલ્ધી નાશ્તો કરી લેતા હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજે અમે તમારી માટે લઈ આવ્યા છે કેટલાક એવા નાશ્તા જે તમે ઝડપથી બનાવી શકો છો અને તે હેલ્ધી પણ છે.
આ એક હેલ્ધી અને ન્યુટ્રીશયનથી ભરપૂર સ્નેક્સ છે જેને તમે સાંજે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. આમા તમારે વિવિધ પ્રકારના બીજ લેવાના છે જેવા કે ફ્લેક્સ સીડ્સ, પમકીન અને સનફ્લાવર સીડ્સ, આ બધાને મીક્સ કરીને તમે સાંજના નાશ્તામાં ખાઈ શકો છો.
મખાના એક હેલ્ધી નાશ્તો છે, આને સરળતાથી બનાવી શકાય છે. આમાં તમારે થોડા મસાલા અને મખાનાની જરુર છે, મખાનાને સારી રીતે રોસ્ટ કરવા જોઈએ.
જો તમે એ વ્યક્તિ છો જે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ રહે છે તો તમે આ લાડુનું સેવન કરી શકો છો.
શેકેલા ચણા પણ સાંજે ખાવામાં આવતો એક પરફેક્ય ઓપ્શન છે. આ ફ્લેવરફુલ મસાલા અને મીઠાથી બનાવવામાં આવે છે જે સ્વાદમા ખૂબ ટેસ્ટી લાગે છે.
પોપકોર્ન સાજે ખાવામા આવતો એક ફેમસ નાસ્તો છે. કામમા બ્રેક અથવા મુવી જોતી વખતે ઝડપથી બનાવીને ખાઈ શકાય છે.