આજકાલ ફોનના અતિઉપયોગથી બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આવામાં બાળકોના માતા-પિતા પણ આનાથી પરેશાન છે, આ સ્ટોરીમાં અમે તમને જણાવીશું કે તમે બાળકોને કેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખી શકો છો જે તેમના શારિરીક અને માનસિક વિકાસમાં મદદરુપ બની શકે છે.
તમે તમારા બાળકને પેઇન્ટિંગ, ડ્રોઇંગ અથવા ક્રાફ્ટિંગ જેવી એકટીવીટી કરાવી શકો છો, જે તેમની પ્રોડકટીવીટી વઘારવામા મદદ કરે છે.
તમારા બાળકને ભોજન અથવા કોઈ રેસીપી બનાવવાના કાર્યમા સાથે રાખો આનાથી તેઓ રસોડાની કેટલીક મુળભૂત વસ્તુઓ શીખી શકે છે.
ઘરમા રાખેલી કેટલીક વસ્તુઓનુ લીસ્ટ બનાવો અને તમારા બાળકને આ વસ્તુઓ શોધવા માટે કહો. આનાથી તમારા બાળકમા એક્સપ્લોરેશન અને પ્રોબલેમ-સોલ્વીંગ જેવી સ્કીલનો વિકાસ થાય છે
તમારા બાળક સાથે પુસ્તકનું વાંચન કરો, સાથે તેમને પુસ્તક વાંચવા માટે પણ પ્રોત્સાહીત કરો. આ કરવાથી પુસ્તક સાથે બાળકનો પ્રેમ બંધાય છે.
સફાઈ અથવા ઘરની વસ્તુઓ ગોઠવતી વખતે જમ્પિંગ જેક અથવા સ્ક્વોટ્સ જેવી કસરતોનો સમાવેશ કરો. આનાથી બાળક પ્રવુત્તીશીલ રહેશે અને ફોનથી પણ દૂર રહેશે.
ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા બાળકને સરળ અને જેમા જોખમ ના હોય તેવા વિજ્ઞાન પ્રયોગો શીખવો.
તમારા બાળકને ઇન્ડોર છોડની સંભાળ રાખવામાં, પાણી પીવડાવવામાં અને તેનુ કેવી રીતે ધ્યાન રાખવુ તેવી પ્રવુત્તીમા ભાગ લેવડાવો.
તમારા બાળકને એજ્યુકેશનલ એપ્લિકેશનો અથવા ઑનલાઇન ગેમ્સ વિશેે માહિતગાર કરો અને તેનો ઉપયોગ કરતા શીખવો.