મચ્છરોના ત્રાસથી બચવા આ 5 સરળ રીતો અપનાવો


By Smith Taral21, Mar 2024 04:44 PMgujaratijagran.com

ગરમી શરૂ થઈ ગઈ છે, તેવામાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે. મચ્છરો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ફેલાવી શકે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કેવી રીતે મચ્છરોનો તમે ઘરમાંથી ભગાડી શકો છો.

કપૂર

કપૂરની ગંધ મચ્છરોને પસંદ નથી,એટલે તે તેનાથી દૂર ભાગે છે. જેવો સૂરજ ડુબે તેવું કપૂરને બાળીને ઘરમા રાખી લેવું આનાથી મચ્છરો ઘરમાં પ્રવેશી નહિ શકે

લવંડર તેલ

લવંડર તેલને લોશન અથવા ક્રીમ સાથે મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છરો કરડતા નથી

ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલ પણ મચ્છર ભગાડવા માટે એક સારો ઉપાય છે. મીણબત્તીઓ અથવા ક્રીમ લોશનમાં ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો.

લેમનગ્રાસ અને લવિંગ

જો તમારી પાસે ઘરમાં લેમનગ્રાસનો છોડ હોય તો તેને બાલ્કની અને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકી દો, આની સ્મેલથી મચ્છરો આવતા નથી.

લીમડાના પાન

લીમડાના પાનથી મચ્છરોને સરળતાથી ભગાડી શકાય છે.ઘરમાં લીમડાના પાનને બાળીને તેઓ ધુમાડો કરો ફેલાઈ ગયો. લીમડાના પાનની ગંધથી મચ્છરો દૂર ભાગશે

તમારા બાળકો માટે 5 સ્વાદીષ્ટ સેન્ડવિચ રેસિપિ તૈયાર કરો