દરરોજ બાળકોને શાળામાં લંચબોક્સ માં શું આપવું તેને લઈને માતા પરેશાન રહેતી હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેમને સારો અને હેલ્ધી ખોરાક આપવો ઘણો જરૂરી છે. આજે અમે કેટલીક સ્વાદીષ્ટ સેન્ડવીચ વાનગીઓ લઈને આવ્યા છે જે તમે તમારા બાળકના લંચ બોક્સમાં પેક કરી શકો છો.
બાફેલા બટાકા, ટામેટા અને કાકડીના કેટલાક ટુકડા કાપી લો. બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી લો, હવે તેના પર કાકડી અને ટામેટાની ટુકડાઓ નાખી, ચાટ મસાલો છાંટી તેને સર્વે કરો
પનીર સેન્ડવીચ પોષક તત્ત્વોથી ભરપૂર છે. આ માટે પનીરની થોડી સ્લાઈસ લો તેને એક પેનમાં શેકી લો અને મસાલા ભભરાવી દો. બે બ્રેડ સ્લાઈસ વચ્ચે શેકેલું પનીર એડ કરો. બ્રેડ સ્લાઈસને બંને બાજુથી ટોસ્ટ કરી લો.
વેજ મેયોનેઝ સેન્ડવીચ બનાવવા માટે તાજા શાકભાજી, હર્બસ અને મેયોનેઝની જરૂર છે આ સેન્ડવીચ તમારા બાળકનેે ખૂબ ભાવશે
વેજ ચીઝ સેન્ડવીચ તૈયાર કરવા તમારે ગાજર, કાકડી, ટામેટાં, મકાઈ અને ડુંગળીની જરૂર પડશે. આમા ચીઝ મહત્વનું ઇન્ગ્રેડયન્ટ્સ છે. આ સેન્ડવીચને ટેસ્ટી બનાવે છે.