Paratha Recipes: શિયાળામાં લાજવાબ પરાઠાની આ વેરાયટી જરૂર ટ્રાય કરવી જોઈએ


By Sanket M Parekh09, Dec 2024 04:23 PMgujaratijagran.com

કંઈક નવું ટ્રાય કરો

શિયાળામાં બજારમાં જાત-જાતના શાકભાજી મળે છે, જેના થકી તમે અલગ-અલગ પ્રકારની ડિશ બનાવી શકો છો. ખાસ કરીને ઠંડીની સિઝનમાં લોકો પરાઠા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. જો તમે પણ આલુ પરાઠા ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો પરાઠાની નવી વેરાયટી ટ્રાય કરી શકો છો.

ગાજરના પરાઠા

શિયાળામાં લાલ દેશી ગાજર ઢગલાબંધ મળી આવે છે. જેનો તમે હલવો બનાવવા ઉપરાંત પરાઠા બનાવી શકો છો. આ પરાઠા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. તમે બાળકોને ટિફિનમાં પણ આ પરાઠા આપી શકો છો.

મટર પરાઠા

લીલા વટાણા અર્થાત મટર પણ શિયાળામાં ખૂબ જ મળી આવે છે. એવામાં તમે મટરની મદદથી પરાઠા બનાવીને ટ્રાય કરી શકો છો. જે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

મૂળાના પરાઠા

શિયાળામાં મૂળાના પરાઠા ના ખાધા હોય, તો તમારો શિયાળો નકામો ગયો સમજો. મૂળાની સ્ટફિંગ તૈયાર કરીને સ્વાદિષ્ઠ પરાઠા બનાવી શકો છો. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ફ્લાવરના પરાઠા

શિયાળામાં માર્કેટમાં દર બીજી-ત્રીજી લારીએ સફેદ ફ્લાવર જોવા મળે છે, જેના પરાઠાનો સ્વાદ પણ લોકોને ખૂબ જ પસંદ હોય છે. આથી શિયાળામાં ફ્લાવરના પરાઠાને ટ્રાય કરવા જ રહ્યા. આ માટે ફ્લાવરને ક્રશ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે. જે બાદ તેના પરાઠા તૈયાર કરવામાં આવે છે.

મેથીના પરાઠા

શિયાળામાં લીલી મેથી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. લીલી મેથીનું શાક બનાવવા ઉપરાંત તમે તેના પરાઠા બનાવીને પણ ટ્રાય કરી શકો છો.

પાલક પરાઠા

મેથીના પરાઠાની જેમ જ તમે પાલક પરાઠા બનાવીને ખાઈ શકો છો. શિયાળામાં પાલના પરાઠા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ રહે છે. જેમાં પ્રોટીન, આયરન સહિત અન્ય અને પોષક તત્વો મળી આવે છે.

આ પરાઠા પણ ટ્રાય કરો

આ પરાઠા ઉપરાંત તમે પનીર પરાઠા, મિક્સ વેજીટેબલ પરાઠા, દાલ પરાઠા પણ બનાવી શકો છે. આવા અલગ-અલગ પરાઠા સાથે તમે લીલી-લાલ ચટણી, રાયતા વગેરે સાથે સર્વ કરીને તેનો સ્વાદ ડબલ કરી શકો છો.

Halwa Recipes: આ 5 સ્વાદિષ્ટ હલવા વિના અધુરો છે શિયાળો, દેખતા જ મોંઢામાં આવી જશે પાણી