મગની દાળને ગેસની ધીમી આંચ પર શેકીને દૂધ, માવો અને ખાંડ નાંખીને બનાવવામાં આવે છે. આ હલવો ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી રહે છે. જેને શિયાળામાં ખાવાથી શરીર ગરમ રહે છે અને દિવસભર તમે એનર્જેટીક રહો છો.
ગાજરનો હલવો સૌ કોઈને ભાવે છે. શિયાળામાં સૌથી લોકપ્રિય સ્વીટ ડિશ પૈકીની એક છે. જેને બનાવવા માટે ગાજરને ધોઈને તેને છીણવામાં આવે છે. જે બાદ દૂધ અને માવો મિક્સ કરીને તેનો હલવો બનાવવામાં આવે છે. ગાજરનો હલવો તૈયાર થયા બાદ તેમાં ડ્રાય ફ્રૂટ્સની ગાર્નિશિંગ કરીને સર્વ કરો.
સોજીનો હલવો બનાવવો એકદમ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ જ પૌષ્ટિક હોય છે. સોજીના હલવાને ઘીમાં બનાવીને સવારે અથવા સાંજે ખાવાની મજા કંઈક ઓર જ છે.
આ હલવો માત્ર સ્વાદમાં શ્રેષ્ઠ હોવાની સાથે-સાથે શિયાળામે તેને ખાવાથી તમારી ઈમ્યુનિટી પણ બૂસ્ટ થશે. જેને તમે ખાસ અવસર પર બનાવીને ખાઈ શકો છો. બદામનો હલવો ખાઈને ઘરે આવેલા મહેમાન પણ ખુશ થઈ જશે.
ઘરે અવારનવાર લોટનો હલવો તો બનાવવામાં આવતો જ હોય છે. જો કે શિયાળામાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમે ખાંડના બદલે ગોળ મિક્સ કરીને લોટનો હલવો બનાવી શકો છો. શિયાળામાં બાળકો અને વૃદ્ધો માટે આ હલવો એકદમ પરફેક્ટ છે.
હલવામાં ઘી અને માવાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં ગરમાવો આવે છે. હલવો પ્રોટીન અને વિટામિનથી ભરપુર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેને ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે તમને સિઝનલ બીમારીઓથી બચાવે છે.
તમે પણ ઘરે આ હલવો બનાવીને ટ્રાય કરી શકો છો. જેને બનાવવો એકદમ સરળ રહે છે. ખૂબ જ ઓછી સામગ્રીમાં આ હલવો ઘરે બનાવી શકાય છે. ઉપરોક્ત 5 હલવા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ નીવડે છે.