શિયાળાની મજા ડબલ કરાવતી લાજવાબ વાનગીઓ એકવાર જરૂરથી ખાવ


By Dimpal Goyal22, Nov 2025 12:09 PMgujaratijagran.com

ચીક્કી

શરીરને ગરમાવો અને તત્કાલ ઊર્જા પૂરી પાડે છે, તલમાં રહેલા કેલ્શિયમ અને આયર્ન હાડકાંને મજબૂત બનાવે છે અને લોહીની ઉણપ દૂર કરે છે.

અડદિયા પાક

સાંધાના દર્દમાં રાહત આપે છે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે ,પ્રોટીન અને અન્ય પોષકતત્વોથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ખજૂર પાક

આયર્નનો મુખ્ય સ્ત્રોત હોવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે. કુદરતી શર્કરાથી ભરપૂર હોવાથી શરીરને તાકાત અને ઝડપી ઊર્જા પ્રદાન કરે છે.

મમરાના લાડુ

પચવામાં હલકા અને કાર્બોહાઈડ્રેટ્સનો સારો સ્રોત છે, જે સ્ફૂર્તિ આપે છે. ગોળ સાથે હોવાથી પાચનક્રિયા સુધારે છે અને શરીરને જરૂરી ગરમાવો આપે છે.

કચરિયુ

તલમાં રહેલા વિટામિન અને મિનરલ્સ ત્વચાને પોષણ આપે છે અને શિયાળામાં શુષ્કતા દૂર કરે છે. તેમાં રહેલા ફાઈબર અને આયર્ન પાચનને સ્વસ્થ રાખે છે અને શરીરને ગરમ રાખે છે.

સુરતી ઊંધિયું

શિયાળાના તાજાં શાકભાજીનો સંગમ હોવાથી વિટામિન, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ તત્વોનો ભંડાર છે. વિવિધ મસાલા અને કંદમૂળનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને બીમારીઓથી રક્ષણ આપે છે.

તુવેર ટોઠા

લીલી તુવેર પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે શરીરના કોષો અને સ્નાયુઓ માટે જરૂરી છે.  તેમાં રહેલા ફાઈબર અને અન્ય પોષક તત્વો પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને પાચનમાં મદદ કરે છે.

લીલી હળદરનું શાક

હળદરમાં રહેલું કરક્યુમિન મજબૂત એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. તેની ગરમ તાસીર અને એન્ટીબાયોટિક ગુણો શિયાળામાં શરદી-કફ સામે રક્ષણ આપે છે અને મેટાબોલિઝમ સુધારે છે.

વાંચતા રહો

આવી જ વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kachariyu Recipe: શિયાળામાં ખવાતું કચરિયુ ઘરે કેવી રીતે બનાવવું?