Kachariyu Recipe: શિયાળામાં ખવાતું કચરિયુ ઘરે કેવી રીતે બનાવવું?


By Dimpal Goyal22, Nov 2025 11:40 AMgujaratijagran.com

કચરિયું

શિયાળો આવે એટલે કચરિયું યાદ આવે છે. બજારમાં મળતા તૈયાર કચરિયા જેવું કચરિયું ઘરે બનાવવું ઘણું અઘરું લાગતું હોય છે. પણ સરળ રીતે આજે કચરિયું કેવી રીતે બનાવવું તેની રેસિપી  તમને અહીં જણાવીશું.

સામગ્રી

કાળા તલ,ગોળ,ખજૂર,ઘી,સૂંઠ પાઉડર,ગંઠોડા પાવડર,મગજતરીના બી,ખસખસ,સૂકા કોપરાનું છીણ, બદામ, પિસ્તા,કાજુ

સ્ટેપ 1

તલને એક કઢાઈમાં થોડા શેકી લો.

સ્ટેપ 2

હવે ઠંડા કરેલા તલ ને મિક્સર જાર માં ઉમેરી તેમાં કાજુ, બદામ, અખરોટ અને મગજતરી ના બીજ ઉમેરી પલ્સ મોડ પર ક્રશ કરી લો. હવે આમાં ગંઠોડા પાવડર, સૂંઠ પાઉડર, ખસખસ અને સૂકા નારિયેળ નું છીણ ઉમેરી ફરીથી ક્રશ કરી લો.

સ્ટેપ 3

હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો. પછી તેમાં તલ ઉમેરો.

સ્ટેપ 4

હવે તેમા પીસેલા ખજૂર, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ખસખસ, સૂકા કોપરાનું છીણ, ત્યાર બાદ બારીક સમારેલા પિસ્તા, બદામ, કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો.

સ્ટેપ 5

જો જરૂર જણાય તો તેને તેમાં તલનું તેલ પણ ઉમેરી શકો.

સવૅ કરો

આ કચરિયાં પર સૂકા નારિયેળ નું છીણ ભભરાવી ઉપર મગજતરી ના બીજ, તળેલો ગુંદર, કાજુ, સૂકી દ્રાક્ષ, બદામ અને ટુટી ફ્રુટી ઉમેરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

અવનવી વાનગીઓ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ઘરે બનાવો બાજરીના ક્રિસ્પી વડા