શિયાળામાં ઘરે બનાવો બાજરીના ક્રિસ્પી વડા


By Dimpal Goyal21, Nov 2025 12:27 PMgujaratijagran.com

બાજરીના વડા

બાજરીના વડા એક સ્વાદીષ્ટ નાસ્તો છે. શિયાળામાં તેને ખાવાની મજા આવે છે.બાજરીના વડા તમે ઘરે પણ સરળ રીતે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

બાજરી નો લોટ, ઘઉં નો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આદુ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં, અજમો, તલ, મીઠું, ખાવાનો સોડા , ખાંડ, હીંગ, સમારેલી મેથી ની ભાજી, સમારેલી કોથમીર, તેલ, પાણી.

સ્ટેપ 1

સૌપ્રથમ એક બાઉલમાં બાજરી અને ઘઉંનો લોટ લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો, ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરવું

સ્ટેપ 2

આ પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી મેથીની ભાજી અને સમારેલી કોથમીર ઉમેરી તેલનું મોણ નાખી મિક્સ કરવું.

સ્ટેપ 3

હવે તેમાં દહીં અને તલ નાખી મિક્સ કરી લેવા. આ પછી ચપટી ખાવાનો સોડા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ તૈયાર કરવો.

સ્ટેપ 4

લોટને ઢાંકીને દસ મિનિટ રાખી દેવો. બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ તેલ વાળો હાથ કરી હાથેથી થેપિ ને વડા બનાવો.

સ્ટેપ 5

બાજરીના વડા તળતી વખતે તેલ બહુ ગરમ કે બહુ ઠંડુ ન હોવુ જોઈએ. બંને સાઈડથી વડાને ગોલ્ડન-બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા, વડાને પેપર ટોવેલ પર મૂકશો તો તે વધારાનુ તેલ શોષી લેશે.

સવૅ કરો

આ રીતે તમારા ટેસ્ટી બાજરીના વડા તૈયાર થઇ જશે. તમે તેને ચા, દહીં અને તળેલા લીલા મરચા સાથે ખાઇ શકો છો.આ રીતે બનાવેલા વડા લગભગ 1 અઠવાડિયા સુધી બગડતા નથી.

વાંચતા રહો

આવી જ વધુ વાનગીની રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Pickle Recipe: શિયાળામાં ગાજરનું ચટપટુ અથાણું બનાવવાની રેસીપી