શિયાળાના આગમન સાથે માર્કેટમાં તાજા ગાજર મોટા પ્રમાણમાં જોવા મળે છે. તરત ખાઈ શકાય તેવું ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું તેની રેસિપી તમને અહીં જણાવશું.
ગાજર, લસણ, રાઈ, તેલ, તુરીયા, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, વરિયાળી, લાલ મરચું પાવડર,હીંગ, હળદર પાવડર, આદુ, મીઠું.
સૌ પ્રથમ ગાજરને સાફ કરીને લાંબી કાતરીમાં સમારી લો.
હવે એક પેનમાં રાઈના કુરીયા, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, લીલી વરિયાળી શેકીને થોડા ઠંડુ થાય પછી મિક્સર જારમાં નાખીને પીસી લો.
હવે એક બાઉલમાં તમામ મસાલા, હળદર-મરચુ અને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી થોડું તેલ ઠંડુ થાય પછી તેમાં હીંગ અને ગાજર ઉમેરીને મિક્સ કરી થોડીવાર સાંતળી લો.
હવે તેમાં તૈયાર કરેલ મસાલો ગાજરમાં ઉમેરીને મિકસ કરી લો.
તૈયાર છે ગાજરનું ચટપટુ અથાણું, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.
આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.