શિયાળો શરૂ થતાં જ મોટાભાગના ઘરોમાં વસાણા અને અલગ અલગ પાક બનવાનું શરૂ થઈ જતું હોય છે. ત્યારે ખજૂર પાક બનવો કોમન છે.શિયાળામાં તમે પણ ખજૂર પાક ઘરે બનાવી શકો છો. અહીં આપેલી રેસીપીથી તમે ફરફેક્ટ ખજૂર પાક બનાવી શકો છો. તો માપ સાથેની રેસીપી નોંધી લો.
80 ગ્રામ ઘી, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પીસ્તા, 1 ચમચી ખસખસ, 800 ગ્રામ ખજૂર, 10 ગ્રામ સુંઠ પાઉડર, અડધી ચમચી જાયફળ પાઉડર.
ખજુર માં થી ઠળીયા કાઢો.
એક પેનમાં એક ચમચી ઘી લઈને ગરમ કરો. તેમાં 150 ગ્રામ ઝીંણા કાપેલા કાજુ, બદામ અને પીસ્તા ધીમી ફ્લેમ પર રોસ્ટ કરો. ત્યાર બાદ એક ચમચી ખસખસ નાંખીને શેકીશું.
એ જ પેન માં બાકીનું ઘી લઇ ખજુર સાંંતળો જ્યાં સુધી નરમ તથા એક રસ માવો ન થાય.
જ્યારે ખજૂર નરમ પડવા લાગે ત્યારે તેને મેસ કરવાની સાથે સાથે તેમાં 10 ગ્રામ સુંઠ અને અડધી ચમચી જાયફળ પાઉડર નાંખીને સારી રીતે મીક્સ કરો.
પછી ખજૂરમાં ડ્રાયફ્રૂટ્સ નાખી તેને મોલ્ડમાં કાઢીને સારી રીતે સેટ કરો અને ઉપરથી વધેલા રોસ્ટેડ ડ્રાયફ્રૂટથી ગાર્નિસ કરો. આમ તૈયાર થઈ જશે પરફેક્ટ ખજૂર પાક.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.