સાતમ-આઠમના તહેવાર પર ઘણા પતિ-પત્ની વચ્ચે નારાજગી અને મતભેદ જોવા મળતો હોય છે. આ તકે પતિ પોતાની નારાજ પત્નીને આ રીતે મનાવી શકે છે.
જો તમારી પત્ની ગુસ્સાવાળી હોય અને તહેવાર પર તમારાથી નારાજ હોય તો આ રીતે મનાવી શકશો. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
જ્યારે તમારી પત્ની ગુસ્સે થાય ત્યારે તમારે સૌથી પહેલા ધીરજ રાખવી જોઈએ. કારણ કે આ તકે કંઈપણ બોલવાથી સમસ્યા વધી શકે છે.
શાંત અને ચૂપચાપ રીતે તેમના ગુસ્સાનું સાચું કારણ શું છે તે સમજવાનો પ્રયાસ કરો, જેથી તમે તમારી પત્નીને સારી રીતે મનાવી શકશો.
તમારી પત્ની સાથે ખુલીને વાત કરો અને તેની નારાજગીનું કારણ જાણો. તેની વાત ધ્યાનથી સાંભળો અને સમજો કે તે શું કહેવા માંગે છે.
તમારી લાગણીઓને તેમની સામે સ્પષ્ટપણે વ્યક્ત કરો. આમ કરવાથી તમારી પત્ની ઝડપથી માની જશે.
જો તમે ભૂલ કરી હોય, તો કોઈ સમય બગાડ્યા વગર માફી માગો. જેથી તમારી પત્નીને ખ્યાલ આવશે કે તમે ખરેખર તમારી ભૂલ સ્વીકારી છે.
તમારી પત્નીને મનાવવા માટે તમે તેને મનપસંદ ફૂલ, ચોકલેટ કે કોઈ ખાસ ગિફ્ટ આપીને ખુશ કરી શકો છો.
આ રીતે તમે તમારી નારાજ પત્નીને મનાવી શકો છો. જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.