પેટની ચરબી ઘટાડવા માટે આ 5 આયુર્વેદિક ઉપચાર અજમાવો


By Jivan Kapuriya25, Aug 2023 04:52 PMgujaratijagran.com

જાણો

વજન અને પેટની ચરબી ઘટાડવા માટે તંદુરસ્ત આહાર અને નિયમિત વ્યાયામ કરવા ઉપરાંત ઔષધોને તેમની દિનચર્યામાં સામેલ કરી શકો છો.આ સંયોજન વજન ઘટાડવાના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદમાં અને પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે.

ગુગળ

ગુગળ વિવિધ આયુર્વેદિક ઉપચારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતી જડીબુટ્ટીમાં ગુગળસ્ટોરોન નામનું એક છોડ પ્રકાર ધરાવે છે.આ સંયોજન શરીરના પાચનપ્રક્રિયાને વેગ આપીને વજન ઘટાડવામાં વધારો કરે છે.તેવું માનવામાં આવે છે.

ત્રિફળા

ત્રિફળા પાચન તંત્રને પુનર્જીવિત કરતી વખતે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. આ પ્રચીન રચના ત્રણ મુખ્ય ઘટકોને જોડે છે.આમલા,બિભીતકી અને હરિતકી.

વરિયાળી

વરિયાળી એક ઔષધિ જે તેના અસંખ્ય ફાયદાઓ માટે જાણીતી છે.ખાસ કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓ માટે ફાયદાકારક બની શકે છે.તેના સેવનથી પાચનતંત્રમાં મદદ મળે છે.

આમળા

આમળા સ્વાસ્થ્ય સંબંધી અનેક ચિંતાઓને દૂર કરે છે અને તેના રોજિંદા સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવાામાં ફાળો આપે છે. તમારી વજન ઘટાડવાની પદ્ધતિમાં આમળાનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક હોઈશકે છે, કારણ કે તે પાચનતંત્ર સારું કરે છે.

પુનર્નવા

પુનર્નવા વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તેના મૂત્રવર્ધક પદાર્થોના ગુણધર્મો કિડની અને મૂત્રાશયની કામગીરી વધારો કરે છે.જેનાથી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે.

સલાહ લો

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે,આ સ્ટોરી માત્ર માહિતી આધારિત છે, અમે આ જડીબુટ્ટીનું સેવન કરવાથી થતી કોઈપણ તબીબી સમસ્યાઓ માટે અમે જવાબદાર નથી.

કંટોલાનું સેવન કરવાથી આ સ્વાસ્થ્ય લાભો મળે છે, જાણો