અહીં વિટામિન Cથી ભરપૂર પાંચ કોલ્ડ ડ્રિંક્સ જણાવીએ છીએ જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે.
નારંગી જ્યુસએ વિટામિન સી ઉત્તમ સ્ત્રોત છે, તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ વિટામિન c મેળવવા માટેનું આ એક ડ્રિક્સ છે.
નારંગીના રસની જેમ ગ્રેપફ્રૂટનું જ્યુસ પણ અન્ય ખટાશ ડ્રિંક્સનો એક વિકલ્પ છે,જે વિટામિન Cથી ભરપૂર છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કિવી એ એક ફળ છે જે તેના મહત્તમ વિટામિન C ગુણ માટે જાણીતું છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેની સ્મૂધીમાં પાલક,કેળા અને નાળિયેર પાણીના સ્પ્લેશ સાથે બ્લેન્ડ કરો.
સ્ટ્રોબેરી અને લીંબુ બંન્ને વિટામિન cના ઉત્તમ સ્ત્રોત છે. સ્ટ્રોબેરી,લીંબુ,મધ અને પાણી સાથે વિટામિન C વાળું સ્ટ્રોબેરી ડ્રિંક્સ બનાવો.
પાઈનેપલ માત્ર મીઠા જ નથી તેમાંથી પણ વિટામિન C મળી આવે છે. તેનું ડ્રિંક્સ બનાવવા માટે થોડા ફુદીનાના પાન,થોડું નાળિયેર પાણી અથવા દૂધ મિક્સ કરીને બનાવી શકાય.