Navratri Special Recipe: નવરાત્રીના ઉપવાસ માટે ઘરે ટ્રાય કરો મખાના મગફળીની ચાટ


By Vanraj Dabhi11, Oct 2024 11:24 AMgujaratijagran.com

મખાના મગફળી ચાટ

નવરાત્રિ દરમિયાન ઉપવાસમાં રોક મીઠું વાળા નાસ્તાની રેસીપી પંસદ હોય તો તમે, મખાના-મગફળની ચાટ બનાવો.

સામગ્રી

મખાના, ઘી, સાબુદાણા, મગફળી, કાકડી, લીલા મરચા, લીલા ધાણા, ગાજર, શેકેલું જીરું પાઉડર, રોક મીઠું, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મખાનાને ક્રંચી થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-2

મખાના શેકાઈ જાય એટલે તેને થાળીમાં કાઢી લો અને તે જ કડાઈમાં મગફળી નાખીને શેકી લો.

સ્ટેપ-3

હવે એક પ્લેટમાં મગફળી કાઢીને તે કડાઈમાં ઘી ગરમ કરી સાબુદાણા નાખીને શેકી લો.

સ્ટેપ-4

હવે એક મોટા બાઉલમાં મગફળી, સાબુદાણા અને મખાનાને મિક્સ કરી તેમાં સમારેલા ગાજર, કાકડી, લીલા મરચા અને લીલા ધાણા નાખીને મિક્સ કરો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણમાં લીંબુનો રસ, શેકેલા જીરાનો પાઉડર અને રોક મીઠું નાખીને સર્વ કરો.

ટીપ્સ

વધુ સ્વાદ માટે તમે તેમાં દહીં અને વ્રત માટે લીલી ચટણી પણ ઉમેરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી બીજી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જુવાનીના સમયમાં આવા દેખાતા હતા રતન ટાટા, આ મહામાનવને જુઓ જૂની યાદોમાં