Crisp Chakli Recipe: દિવાળી દરમિયાન સવાર-સાંજ ચા સાથે યુનિક નાસ્તો ટ્રાય કરો


By Vanraj Dabhi20, Oct 2024 03:18 PMgujaratijagran.com

ચા સાથે નાસ્તો

સવારે કે સાંજના સમયે નાસ્તામાં યુનિક રેસીપી બનાવવા માંગતા હોવ તો તમે આ મિક્સ લોટની ચકરી રેસીપી ચોક્કસ બનાવી શકો છો.

સામગ્રી

તેલ, ચણાનો લોટ, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, હળદર, હિંગ, ધાણાજીરું, આદુ-લસણ-મરચાની પેસ્ટ, મરચું પાઉડર, તલ, મીઠું, ખાટી છાસ,

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણા-ચોખા અને ઘઉંનો લોટ, હળદર, હિંગ, મીઠું મસાલા ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં તલ, આદુ-લસણ-મરચાની પેસ્ટ, તેલનું મોણ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખાટી છાસ નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટ પર તેલ લગાવી સારી રીતે મસળીને ચકરીના સંચામાં લોટ ભરી એક પ્લેટમાં ચકરી બનાવી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ચકરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે મિક્સ લોટની યુનિક ચકરી, તમે ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Mohanthal: દિવાળી પર ઘરે ટ્રાય કરો બજાર જેવો મોહનથાળ