Gujarati Mohanthal: દિવાળી પર ઘરે ટ્રાય કરો બજાર જેવો મોહનથાળ


By Vanraj Dabhi20, Oct 2024 01:21 PMgujaratijagran.com

મોહનથાળ રેસીપી

આ એક મીઠાઈ છે, જે ચણાના લોટ, ખાંડ,દૂધ વગેરે સામગ્રી ઉમેરીને બરફી જેવી મીઠાઈ બનાવી શકો છો.

સામગ્રી

બેસન, દેશી ઘી, દૂધ, પિસ્તા, ખાંડ, પાણી, ઈલાચી પાઉડર, કેસર, ફૂડ કલર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં બેસન,ઘી,દૂધ ઉમેરીને હાથ વડે મિક્સ કરીને ધાબુ આપી દો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરીને ચણાના લોટનું ધાબુ આપેલ મિશ્રણ ઉમેરીને 10 મિનીટ ધીમા ગેસ પર પકાવો.

સ્ટેપ-3

હવે તેમાં થોડુ દૂધ ઉમેરીને બ્રાઉન થાય અને થીક મિશ્રણ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં ખાંડ,પાણી,ફ્રૂટ કલર ઉમેરીને ગેસ પર ગરમ કરીને ચાસણી બનાવી તેમાં ચણાનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં કાઢી તેની ઉપર પિસ્તા ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Advi Na Bhajiya: દિવાળી પર ઘરે ટ્રાય કરો અળવીના ભજીયાની યુનિક રેસીપી