ભજીયાની વિવિધ વેરાયટી તો તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને અળવીના ભજીયાની યુનિક રેસીપી જણાવીશું.
ચણાનો લોટ, બેકિંગ સોડા, તેલ, પાણી, લીંબુનો રસ, અળવીનાં પાન.
સૌ પ્રથમ અળવીના પાન ધોઈ સાફ કરી સ્ટીલના કાઠા વાળા ગ્લાસ વડે ગોળ પતિકા બનાવી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ, બેકિંગ સોડા, પાણી ઉમેરો.
હવે તેમાં થોડો લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરીને બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને અળવીના પાનના પતિકાને બેટરમાં કોટ કરીને તેલમાં મૂકો.
ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી બને બાજુ ફેરવીને તળી લો.
તૈયાર છે અળવીના ભજીયા, તમે ચા કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.