દરેક લોકોએ મેથી અને પાલક ભાજી ખાધી હશે, આજે અમે અળવીની ભાજી બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
અળવી, તેલ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, ટામેટા, મીઠું, મરચું.
સૌ પ્રથમ અળવીના પાનને ધોઇને સાફ કરી ઝીણાં સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લસણની પેસ્ટ નાખીને સાંતળી લો.
હવે તેમાં ટામેટા, મીઠું, મરચું ઉમેરીને મિક્ષ કરી લો.
હવે તેમાં ઝીણી સમારેલ અળવીની ભાજી ઉમેરો.
હવે તેની ઉપર થાળી ઢાંકી વરાળમાં સારી રીતે પકાવી લો.
એક કાથરોટમાં બાજરાનો લોટ, મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધી રોટલો બનાવી લો.
માટીની તાવડી પર રોટલો બરાબર શેકી લો.
તૈયાર છે લસણ વાળી ભાજી અને બાજરાના રોટલા, તમે ગરમા ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.