ઘઉંના લોટની ચકરી તો તમે ખાધી હશે, આજે અમે તમને ચોખા અને બટેટાની ચકરી બનાવવાની રીત જણાવીશું.
બાફેલા બટાકા, લીલા મરચા, આદુ, તલ, ચોખાનો લોટ, બેસન, બટર,અજમો, મીઠું, પાણી.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં આદુ, લીલા મરચાં, અને બાફેલા બટાકાના ટુકડા ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
એક બાઉલમાં ચોખા અને ચણાનો લોટ ચાળી તેમાં અજમો, તલ, મીઠું નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં બે ચમચી બટર અને તૈયાર કરેલ બટેટાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.
હવે એક ચકરી મશીન (સંચા) ને તેલથી ગ્રીસ કરી તેમાં લોટ ભરી ચકરી બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ચકરીને ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.
તૈયાર છે ઇન્સ્ટન્ટ બટાકાની ચકરી, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.