દિવાળી પર ફરસાણમાં યુનિક વાનગી ટ્રાય કરવી હોય તો, તમે બાજરીના લોટના તીખાં શક્કરપારા બનાવી શકો છો.
બાજરીનો લોટ, ગોળ, તલ, ચીલી ફ્લેક્સ, એલચી પાવડર, ઘી, પાણી.
એક બાઉલમાં બાજરાનો લોટ ચાળી તેમાં તલ, ચીલી ફ્લેક્સ, ઘી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં પાણી અને ગોળીને ઓગાળી લો.
હવે બાજરીના લોટના મિશ્રણમાં ગોળ વાળું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવી પાટલા પર વેલણની મદદથી વણી લો.
હવે છરી વડે ચોરસ શક્કરપારા બનાવીને એક કડાઈમાં તેલ ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે તીખાં શક્કરપારાની યુનિક રેસીપી, તમે દિવીળી પર ઘરે બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.