Churma Ladoo: દિવાળી પર ઘરે ટ્રાય કરો ચુરમાના લાડુની રેસીપી


By Vanraj Dabhi19, Oct 2024 11:42 AMgujaratijagran.com

ચુરમાના લાડુની રેસીપી

ચુરમાના લાડુ એક રાજસ્થાની ફેમસ રેસીપી છે, તેને તમે દિવાળી પર ઘરે સરળતાથી બનાવી શકો છો નોંધી લો રેસીપી.

સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, દળેલી ખાંડ, ઘી, એલચી પાવડર, જાયફળ પાવડર, બદામ, કિસમિસ, ખાંડ, શેકેલા નારિયેળના ટુકડા, ખસખસ, પાણી.

સ્ટેપ-1

સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ,સોજી મિક્સ કરી આ મિશ્રણમાં ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી હૂંફાળું પાણી નાખીને લોટ બાંધી લો અને પછી લોટના સરખા ભાગના ગોળા બનાવી લો.

સ્ટેપ-2

હવે પેનમાં ઘી ગરમ કરી બાટીને કડાઈમાં મૂકો અને તેમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-3

ઠંડુ થાય પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને મોટા બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે લોટમાં દળેલી ખાંડ,એલચી પાવડર,જાયફળ પાવડર,બદામ,કિસમિસ,દાણાદાર ખાંડ,શેકેલા નારિયેળના ટુકડા અને 2 ચમચી ખસખસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને એકસાથે મિક્સ કરો.

સ્ટેપ-5

હવે આ ચુરમાના તાજા મિશ્રણને સરખા ભાગમાં વહેંચો અને હથેળીના ઉપયોગ ગોળ લાડુ બનાવો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં ખસખસ ફેલાવો અને તેના પર દરેક લાડુ મૂકી દો અને લાસ્ટમાં લાડુને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Poha Chivda: દિવાળી સ્પેશિયલ પૌવાનો ચેવડો ઘરે બનાવો