Poha Chivda: દિવાળી સ્પેશિયલ પૌવાનો ચેવડો ઘરે બનાવો


By Vanraj Dabhi19, Oct 2024 11:16 AMgujaratijagran.com

દિવાળી સ્પેશિયલ નાસ્તો

દિવાળીના તહેવાર પર ઘરે મહેમાનો આવતા હોય છે, ત્યારે મહેમાનોને નાસ્તામાં આપવા માટે બજાર જેવો ટેસ્ટી પૌવાનો ચેવડો હવે ઘરે જ બનાવો.

સામગ્રી

પૌવા, તેલ, ચણાની દાણ, બદામ, સીંગદાણા, કાજુ, નારિયેળનું છીણ, લીલા મરચા, મીઠો લીમડો, કાળી દ્રાક્ષ, મીઠુ.

સ્ટેપ-1

સૌ પ્રથમ પૌવાને ચાળીને કડાઈમાં નાંખો અને મધ્યમ આંચ પર તેને થોડી વાર શેકી લો.

સ્ટેપ-2

હવે તે જ કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ચણાની દાળ, અને શિંગદાણા નાંખીને રોસ્ટ કરી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે આ જ રીતે કાજુ અને બદામ નાખીને ફ્રાય કરી તેમાં કાળી દ્રાક્ષ અને નારિયેળનું કોપરું નાંખીને શેકી લો.

સ્ટેપ-4

હવે આ કઢાઈમાં મીઠો લીમડો, લીલા મરચાની કટકી, દળદર નાંખીને વઘાર કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં શેકેલા પૌવા અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પૌવાનો ચેવડો તેને ગરમ-ગરમ સર્વ કરી શકો છો અથવા તેને સ્ટોર પણ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khoba Roti: ટ્રેડિશનલ રાજસ્થાની ખોબા રોટીની રેસીપી