આ એક રાજસ્થાનની ફેમસ વાનગી છે, તમે ઘરે બનાવી શકો છો, નોંધી લો યુનિક રેસીપી.
ઘઉંનો લોટ, ઘી અથવા તેલ, અજમો, જીરું,મીઠું, પાણી.
એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, ઘી અથવા તેલ, સ્વાદ મુજબ મીઠું લઈ સારી રીતે મિક્સ કરો.
થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધો અને તેને થોડી વાર ઢાંકીને સેટ થવા દો.
તૈયાર કરેલા લોટના બોલ બનાવો તેમાં કોરો લોટ છાંટીને જાડી રોટલી બનાવી લો.
હવે ધીમા ગેસ પર તવો ગરમ કરીને રોટીને શેકી લો. તમારી આંગળી વડે રોટલી પર ડિઝાઇન બનાવો.
હવે ગેસ ધીમો કરીને એ જ રીતે બહારથી અંદર સુધી ટ્વીઝરનો ઉપયોગ કરીને રોટલીમાં ડિઝાઇન બનાવો.
રોટલીને ડિઝાઇન આપ્યા પછી તેને હળવે હાથે ફેરવો અને ડિઝાઇન કરેલી બાજુથી પણ રોટીને ધીમી આંચ પર પાકવા દો.
રોટલી તવા પર બંને બાજુથી સારી રીતે શેકી લો.
તૈયાર ક્રિસ્પી ટેસ્ટી પૌષ્ટિક રાજસ્થાની ખોબા રોટીને ઘી સાથે પીરસો અને તમારા મનપસંદ શાક અથવા ઘાટી દાળ સાથે સર્વ કરો અને ટેસ્ટનો આનંદ માણો.
રેસીપી ગમે તો લાઈક- શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.