રેસ્ટોરન્ટમાં ટ્રેડિશનલ ગુજરાતી પાનકી તો ખાધી હશે, ચાલો આજે અમે મગ દાળની પાનકી ઘરે બનાવવાની રીત જણાવીશું.
મગની દાળ, આદુ , લસણ, લીલા મરચાં, સોજી, પાણી,મીઠો લીમડો, કોથમરી, હળદર, મીઠું, કેળાના પાંદડા, ફ્રુટ સોલ્ટ, તેલ.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં મગની દાળ, આદુ, લસણ, લીલા મરચાં, સોજી અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં તૈયાર કરેલ મિશ્રણ કાઢી તેમાં મીઠો લીમડો, કોથમરી, હળદર, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે કેળાના પાંદડાને ચાર ટુકડા કરી લો અને બેટરમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે કેળાના પાંદડા પર તેલ ગ્રીસ કરી બેટરને સ્પ્રેડ કરી ઉપર બીજુ પાન મૂકી પેક કરી લો.
હવે એક તવો ગરમ કરી તેલ ગ્રીસ કરીને પાનકી બંને બાજુ શેકી લો.
તૈયાર છે મગ દાળની પાનકી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.