ઘણી વખત ઉતાવળને કારણે ભોજનમાં મીઠું વધારે પડી જવાથી ખારું ભોજન ઝેર બની જતું હોય છે, આજે અમે એવી ટ્રીક જણાવીશું જે વધારે મીઠું પડી ગયેલા ભોજનને વ્યવસ્થિત કરશે.
શાકમાં વધારાના મીઠાને ઓછું કરવા માટે લોટના લૂઆ શાકમાં ઉમેરો, આ ટ્રીક વડે શાકમાં મીઠાની માત્રા ઠીક કરી શકાય છે.
તમે શાકમાં બાફેલા બટાકા ઉમેરીને પણ મીઠાની માત્રા ઓછી કરી શકો છો.
શાકમાં બે ચમચી દહીં ઉમેરીને પણ મીઠાની માત્રા ઓછી કરી શકાય છે.
ખારું દૂધવા બની ગયેલા શાકમાં લીંબુનો રસ ઉમેરીને શાકને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
વધુ પડતા મીઠા વાળા શાકમાં શેકેલ ચણાનો લોટ ઉમેરીને સ્વાદમાં સુધારો કરી શકો છો.
શાકમાં તાજી મલાઈ નાખીને પણ શાકમાં ખારાસ ઘટાડી શકાય છે.
શાકમાં મીઠું વધી ગયું હોય, તો તમે પાણી નાખીને થોડીવાર પકાવી લો, આમ કરાવાથી પણ શાકનો સ્વાદ ઠીક થઈ જાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.