નેક ડિઝાઇન્સ કુર્તીઓમા ઘણું મહત્વનું છે, કારણ કે તે કપડાના ઓવઓલ દેખાવને અને તેને અલગ અને આકર્ષક બનાવે છે. સારી રીતે ડિઝાઈન કરેલી અને પરફેક્ટ ફિટિંગ નેકલાઈન હોય કુર્તી વધુ સ્ટાઇલિશ અને એલિગન્ટ લાગે છે. ચાલો જોઈએ કેટલીક નેક ડીઝાઈન જે તમે તમારા કુર્તી માટે પસંદ કરી શકો છો.
કુર્તી માટે બોટ નેક ડિઝાઇન બોટ જેવા આકારની હોય છે. આ યુ-આકારની નેકલાઇન જેવી જ છે પરંતુ નાના કટ સાથે,આનાથી ખભા થોડા મોટા લાગે છે.
આ પ્રકારની કુર્તી નેક ડિઝાઇન બધી મહિલાઓ પર સૂટ થાય છે. જેમની નાની અથવા મોટી બસ્ટ લાઇન હોય છે તે મહિલાઓ માટે આ બેસ્ટ છે.
આવી નેક લાઈનની કુર્તી પહેરવાથી ખભા પહોળા દેખાય છે. જે મહિલાઓનો ચહેરો સ્ક્વેર શેપમાં હોય તેમની પર આ વધુ સૂટ નથી કરતો.
V નેક ડિઝાઇનમાં ગરદન થોડી લાંબી દેખાય છે અને સ્લિમ ઈફેક્ટ આપે છે. નાની ગરદન અને જેમના ગોળ ફેસ હોય તેમની ઉપર આ પ્રકારની નેકલાઇન સારી લાગે છે.
સ્કૂપ નેક એક ડીપ U શેપની જ નેકલાઇન છે. જેમના ખભા નેરા છે જેઓની નાની બસ્ટ્સ છે તે મહિલાઓ પર આ સુટ થાય છે. આ સિવાય ટૂંકી ગરદન અથવા લાંબા ફેસવાળા લોકો ઉપર પણ સારું લાગે છે
આ ખૂબ જ અલગ ડિઝાઇન છે અને ઘણા તેને પસંદ કરે છે.. કુર્તી માટે આ ફ્રન્ટ નેક ડિઝાઇન સોફ્ટ નેક વાળી સ્ત્રીઓ માટે પરફેક્ટ છે
કોલર્ડ નેકલાઇન શર્ટ અને જેકેટમાં ઘણી પોપ્યુલર છે. આ નેકલાઇન ભારે શરીરવાળા વ્યક્તિઓ માટે સારી છે. આ ટૂંકી કુર્તી અને પટિયાલા અથવા ધોતી સલવાર સાથે પહેરી શકાય છે.