જો તમને એડીમાં દુખાવો રહેતો હોય તો તે જગ્યાએ મસાજ કરો આનાથી બ્લડ સરક્યુલેશન સારુ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. મસાજ માટે ઓલિવ, નારિયેળ અથવા સરસવના તેલથી 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો.
લવિંગના તેલથી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે છે, પગમા કોઈપણ પ્રકારના દુખાવામાં આ ઉપચાર ફાયદાકારક રહે છે
હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને એડી પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
આમળા અને જાયફળનું તેલ મિક્સ કરીને એડી પર માલિશ કરવાથી દુખાવામાં મદદ મળે છે.
એલોવેરા જેલની મદદથી પણ એડીના દુખાવામાં રાહત મેળવી શકાય છે. એલોવેરા જેલ ધીમા ગેસ પર ગરમ કરો અને તેની અંદર હળદર અને એમોનિયમ ક્લોરાઇડ ઉમેરો. ત્યારપછી તેમાં કોટન નાખી અને તેને હીલ પર લગાવો આનાથી દુખાવામા રાહત મળશે