લાંબા સમય સુધી જો સ્વીચબોર્ડને સાફ કરવામાં ન આવે તો તેની પર ધૂળ અને ડાઘ જમા થઈ જાય છે. આ સ્ટોરીમાં આપણે તેને સરળતાથી સાફ કરવાની સરળ ટ્રીકસ જોઈશું.
જો તમારી પાસે જૂનુ ટૂથબ્રશ હોય તેનો સ્વીચ બોર્ડને સાફ કરવા માટે ઉપયોગમાં લો. આ બ્રશથી તેના પર જમા થયેલી ગંદકી સરળતાથી સાફ થઈ જશે.
પાણીમાં થોડું શેમ્પૂ મિક્સ કરી,તેમાં સ્પોન્જ પલાળી તેને સંપુર્ણ રીતે નીચવી દો. હવે આ સ્પોન્જથી સ્વીચબોર્ડને સાફ કરો. ધ્યાન રાખો કે પાણી બોર્ડની અંદર ન જાય
કોટન બડ્સને આલ્કોહોલમાં ડુબાડી તેનાથી સ્વીચબોર્ડ સાફ કરી શકાય છે. તેનાથી ગંદકી અને તેલ સરળતાથી દૂર થઈ જશે.
સ્વીચબોર્ડ પર શેવિંગ ક્રીમ લગાવો અને તેને ટૂથબ્રશથી સાફ કરો. બે મિનિટ પછી સૂકા કપડાથી સાફ કરી લો.
બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી. તેને સ્વીચબોર્ડ થોડા સમય સુધી લગાવી રાખો પછી તેને ચોખ્ખા કપડાથી લૂછી લો.
છેલ્લે, સ્વીચ બોર્ડને સંપૂર્ણપણે સાફ કરવા સૂકા કપડાથી સ્વીટ્ચ બોર્ડને સારી રીતે લૂછી લો.