મંચુરિયન ભુલાવી દે એવા મિક્સ વેજ મુઠીયાની રેસિપી નોંધી લો


By Smith Taral24, Apr 2024 03:00 PMgujaratijagran.com

સામગ્રી

૧ કપ ઝીણા સમારેલા કોબીજ, ૧ કપ ઝીણા સમારેલા ગાજર, ૧ કપ અધકચરા વાટેલા લીલાં વટાણા, ૧/૪ કપ સમારેલી કોથમીર, ૧ tbsp વાટેલા ફ્રેશ આદુ મરચા, ૧ tsp લાલ મરચુ, ૧ tsp ધાણાજીરૂ, ૧/૨ tsp હળદર ૧/૪ tsp હિંગ, ૧/૪ tsp અજમો, ૧ tbsp સફેદ તલ, મીઠું સ્વાદાનુસાર, ૧ tbsp ખાંડ, ૧/૨ લીંબુ નો રસ

આ રીતે બનાવો

એક વાટકામાં ઝીણા સમારેલા કોબીજ, ગાજર અને અધકચરા વાટેલા લીલાં વટાણા લઈ તેને મીકસ કરો. ત્યારપછી સામગ્રીમાં બતાવેલા મસાલા એડ કરી તેના ઉપર લીંબુુનો રસ અને તેલ ઉમેરો

લોટ ઉમેરો

હવે તેમાં ઘઉં બેસન અને રવાનો લોટ ઉમેરી તેને બાંધી લો. હવે હાથમાં તેલ લઈ હળવા હાથે તેના મુઠીયા બનાવી લો.

સ્ટીમ કરવા મુકો

હવે ગેસ પર સ્ટીમર મુકી તેમા પાણી રેડી ઉકળવા દો, ત્યારપછી સ્ટીમ કરવાની પ્લેટમાં તૈયાર કરેલા મુઠીયા મુકી તેને કુક કરવા માટે મુકી દો

વઘાર કરો

હવે એક પેનમાં એક ચમચી તેલ રેડી તેમા રાઈ, તલ, મરચા અને મીઠો લીમડો નાખી ફ્રાય કરી લો, ત્યાર પછી તેમાં સ્ટીમ કરેલા મુઠીયા એડ કરો

સર્વ કરો

તૈયાર છે સ્વાદીષ્ટ મિક્સ વેજ મુઠીયા તેને પ્લેટમાં સર્વ કરી, એન્જોય કરો

અમદાવાદના પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ બનાવાની રીત જાણી લો