૨ ઝીણા સમારેલા કેપ્સિકમ, ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૧/૪ કપ સમારેલી કોથમીર મીઠું સ્વાદાનુસાર, ૧/૨ tsp ચીલી ફ્લેક્સ, ૧/૪ tsp ચાટ મસાલો, ૧/૪ tsp મરી પાવડર, બ્રેડ ની સ્લાઈસ, બટર, ચીઝ
કોથમીર , ફુદીના ના પાન, બેસન ની સેવ , લીલાં મરચાં, આદુ , મીઠું સ્વાદાનુસાર, ચાટ મસાલો , ઠંડુ પાણી ઉમેરી મિક્ષ્ચર જાર માં ક્રશ કરી લેવું.
સૌપ્રથમ કેપ્સિકમ, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર વગેરેને એક બાઉલમાં કાઢીને મીકસ્ કરી લો. ત્યારપછી તેમા સામગ્રીમાં બતાવામાં આવેલા બધા મસાલા એડ કરી તેને સારી રીતે મીકસ કરી લો
નોર્મલ બ્રેડ લઈ તેને ઉપર બટર લગાવી લો, ત્યાર પછી કોથમીર ફૂદીનાની ચટણી સ્પ્રેડ કરી લો
બટર અને ચટણી લગાવ્યા પછી તૈયાર કરેલું સ્ટંફીંગ બ્રેડ ઉપર ફેલાવી ચીઝ ઉમેરો અને બીજી બ્રેડ મુકી સેન્ડવીચ બનાવો
હવે તેને સેન્ડવીચ મેકરમાં મુકો, યાદ રાખો કે તમે બ્રેડ ઉપર બટર સ્પ્રેડ કરો, આનાથી તે સારી રીતે શેકાશે
હવે તેને ગેસના ઉંચા ફ્લેમ પર તેને કુક કરો. હવે સેન્ડવીચ મેકર માંથી બહાર કાઢી તેને પ્લેટમાં સર્વ કરો તૈયાર છે તમારો ઘૂઘરા સેન્ડવીચ.