કાનની પાછળની ત્વચા થોડી હાર્ડ હોય છે, જો તે જગ્યાને સાફ ન કરવામાં આવે તો ત્યાં ગંદકી જમા થાય છે. અને ખંજવાળ પણ આવવા લાગે છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું તમે કેવી રીતે ત્યાંની કાળાશ દૂર કરી શકો છો.
કાનની પાછળની કાળાશ તમારા દેખાવને ખરાબ કરી શકે છે, માટે તેને સ્વચ્છ રાખવી જરુરી છે, જેથી તમારો લુક ફ્રેશ દેખાય. આનાથી છુટકારો મેળવવા તમે આ કેટલાક ઉપચારો અજમાવી શકો છો
એલોવેરા જેલમાં હળદર અને કાચું દૂધ મિક્સ તે મીક્સરને ધીમે ધીમે મસાજ કરો અને પછી પાણીથી ધોઈ લો.
1 ચમચી ખાવાનો સોડામાં ગુલાબજળ, લીંબુનો રસ મિક્સ કરી તેને કાનની પાછળ લગાવો અને હળવા હાથે મસાજ કરો
કોફીનો ઉપયોગ પણ કાળાશ દૂર કરવામાં મદદ કરે છે, આ માટે કોફી પાવડરમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને કાનની પાછળ લગાવો અને 5 મિનિટ માટે રહેવા દો, અને પછી પાણીથી ધોઈ લો.
લીંબુનો રસમાં સાઇટ્રિક એસિડ રહેલુ હોય છે. લીંબુના રસથી કાનની પાછળ જામેલી ગંદકીને દૂર કરી શકાય છે
સમયાંતરે કાન પાછળ સફાઈ જરૂરી છે. દરરોજ સ્નાન કરતી વખતે ત્યાં સાબુ લગાવીને વ્યવસ્થિત સાફ કરો
કાકડીને સ્લાઈસમાં કાપીને કાનની પાછળ ઘસો. તેનાથી કાળાપણું પણ દૂર થશે.