વંદાથી મોટાભાગના લોકો ડરતા હોય છે, એવામાં ઉડતા વંદા વધારે ભયાનક હોય છે જેને નિયંત્રણમાં લાવવા વધુ કઠીન હોય છે. બાથરૂમમાં વધુ પ્રમાણમાં વંદા જોવા મળે છે, આવામાં આના નિકાલ માટે આપણે અવનવા ઉપાયો અજમાવતા હોઈએ છે. આ સ્ટોરીમાં આપણે વંદાને ભગાડવા કેટલાક ઘરઘથ્થું ઉપચાર જોઈશું
લવિંગની ગંધ વંદાને પસંદ નથી, તેનાથી તે ભાગી જાય છે. આની માટે તમારે 10-12 લવિંગ પીસી તેના પાવડર બનાવી તેમાં લીમડાનું તેલ ઉમેરીને રસોડાના દરેક ખૂણામાં છાંટી દેવુ.
એક કપ પાણીમાં એકથી બે ચમચી ખાવાનો સોડા અને થોડી ખાંડ મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ લીક્વીડ જ્યા વંદા આવતા હોય તે જગ્યાએ છાંટી લો
ખાડીના પાનને હાથથી ક્રશ કરી તેનો પાવડર બનાવી, રસોડાના દરેક ખૂણામાં અથવા જ્યાં પણ વંદા આવતા હોય ત્યાં મૂકો.
ફુદીનાનું તેલ પણ વંદો ભગાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ માટે ફુદીનાના તેલમાં થોડું મીઠું અને પાણી મિક્સ કરીને વંદાની જગ્યા પર સ્પ્રે કરો.
વંદા ઈંડાના છાલથી પણ ડરે છે અને આ વાત એક રીસર્ચમાં પણ સાબિત થઈ છે. જ્યાં વંદા વધારે આવતા હોય ત્યા ઈંડાના છાલ મુકી દો આ જોઈને વંદા ત્યા આવતા ડરશે