લાકડાના ફર્નીચરને ઉધઈથી છુટકારો અપાવા આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો


By Smith Taral23, Apr 2024 04:35 PMgujaratijagran.com

જો તમારા ઘરમાં લાકડાનું ફર્નીચર હોય અને તેમાં ઉધઈ આવી ગઈ હોય આ ઉપાયો તમારે જરુરથી જાણવા જોઈએ. ઉધઈ એક એવી જીવાત છે જે દિવસે ને દિવસેને વધતી જાય છે અને ફર્નીચરના લાકડાને પૂરી રીતે કોતરી ખાય છે. વધારે મોડુ થાય તે પહેલાજ આ ઘરેલું ઉપાય અપનાવી ઉધયથી છુટકારો મેળવો અને ફર્નીચરને ખરાબ થતા અટકાવો.

કાર્ડબોર્ડ

ર્ડબોર્ડની ગંધ ઉધઈને જરાય ગમતી નથી. આનો ઉપયોગ કરીને ઉધઈને ફેલાવતા અટકાવી શકાય છે

બોરિક પાવડર

એક સ્પ્રેવાળી બોટલમાં બોરિક પાવડર અને પાણી મિક્સ કરો. આ લીક્વીડને ઉધઈ આવી હોય તે જગ્યાએ સારી રીતે છાંટી દો. આ ઉપાયથી તમે ઉધઈથી કાયમી રાહત મેળવી શકો છો.

મીઠું

મીઠાવાળા પાણીને એક બોટલમાં ભરીને ઉધઈની જગ્યા પર સ્પ્રે કરો. આ તેમને અંદરથી ડિહાઇડ્રેટ કરવામાં મદદ કરશે, અને ઉધઈને પણ દૂર કરશે

તડકામાં બહાર મુકો

જો ખુરશીઓ અથવા ટેબલોમાં ઉઘઈ આવી હોય તો બપોરના તડકામાં બહાર મુકી દો ટુકડો મૂકો. અતિશય ગરમીને કારણે ઉધઈ ટકી શકશે નહીં.

લીમડા કે લસણનું તેલ

લીમડા કે લસણનું તેલ પણ તમને ઉધઈથી છુટકારો અપાવી શકે છે. આ તેલને બ્રશ અથવા સ્પ્રે બોટલની મદદથી ઉધય ઉપર છાંટી દો, આવું લગભગ બે-ત્રણ દિવસ સુધી કરો,ઉધઈ મરી જશે લાકડાનું નુકસાન થતા અટકશે

બાથરૂમની ટાઇલ્સને કલાકો સુધી ઘસવાની જગ્યાએ અપનાવો આ સરળ ટ્રીક્સ