બાથરૂમની ટાઇલ્સને કલાકો સુધી ઘસવાની જગ્યાએ અપનાવો આ સરળ ટ્રીક્સ


By Smith Taral23, Apr 2024 03:27 PMgujaratijagran.com

બાથરુમની ટાઈલ્સ ઝડપથી ગંદી થઈ જાય છે જેથી બાથરુમ ખરાબ દેખાય છે. બાથરુમની ટાઈલ્સ સાફ કરવામાં પણ ઘણી મહેનત અને સમય જાય છે. આમાં જો તમે કેટલીક ટ્રીકસ્ અજમાવશો તો તમે ઝડપથી આ કામ કરી શકશો. આવો જાણીએ એ ટ્રીક્સ વિશે

ગરમ પાણી

એક મગમાં ખૂબ જ ગરમ પાણી લઈ તેમાં ચાર ચમચી લિક્વિડ ડીશ સોપ ઉમેરો. આ લીક્વિડને ગંદી થઈ ગયેસી ટાઈલ્સ ઉપર રેડો અને તેને અડધો કલાક રહેવા દો. આ પછી, તેને બ્રશ વડે ઘસો

એન્ટાસિડ પાવડર

એન્ટાસિડ પાવડર લગભગ દરેક વ્યક્તિના ઘરમાં હોય છે. આ પાવડરને પાણીમાં મીક્સ કરી તેને ગંદા સ્થળો પર સ્પ્રે કરો. આ સિવાય, આ પાવડરને સીધા જ ફ્લોર પર પણ નાખી શકો છો અને પછી તેના પર ગરમ પાણી રેડી તેને સાફ કરી શકો છો

ઠંડા પીણા

ઠંડા પીણાથી પણ ગંદી ટાઈલ્સો સાફ થઈ શકે છે ઉપયોગી થઈ શકે છે. ઠંડા પીણાને ફ્લોર પર રેડી તેને 15 મિનિટ સુધી રહેવા દો પછી તેને બ્રશથી ઘસી લો.

સોડા પાવડર

સોડા પાવડર, એક લીંબુનો રસ અને વિનેગર સારી માત્રામાં મિક્સ કરી તેને ટાઈલ્સ પર રેડી દો. લગભગ એક કલાક પછી તેને પાણી વડે ઘસીને સાફ કરી લો આનાથી ટાઇલ્સ વચ્ચે ફસાયેલી ગંદકી પણ સાફ થઈ જશે.

ફ્રીજમાં રાખ્યા વિના પણ 24 કલાક સુધી દૂધ રહેશે ફ્રેશ, અજમાવો આ ઉપાય