ઉનાળાના સમયમાં દૂધ ફાટી જવાની અથવા દહીં થઈ જવાની સમસ્યા રહેતી હોય છેે. જો ઘરમા ફ્રીજ ના હોય અથવા ખરાબ થઈ ગયું હોય આવી સ્થિતીમાં દૂધને લાંબો સમય સુધી ફ્રેશ રાખવું પણ અઘરું થઈ જાય છે. આજે આ સ્ટોરીમા કેટલીક એવી ટિપ્સ જાણીશું જેની મદદથી તમે દૂધને રેફ્રિજરેટરમાં રાખ્યા વિના 24 કલાક તાજું રાખી શકો છો.
દૂધને 3 થી 4 વખત ધીમાં ગેસ પર ઉકાળો. દૂધને દરેક વખતે 2-3 વાર ઉકાળ્યા પછી જ ગેસ બ
ગંદા વાસણમાં દૂધ રાખવાથી પણ દૂધ ફાટી જવાની શક્યતા વધી જાય છે, માટે જ્યારે પણ દૂધ ઉકાળો ત્યારે ચકાસી લો વાસણ બરાબર સાફ છે કે નથી. આ સિવાય વાસણમાં દૂધ નાખતા પહેલા, એક કે બે ચમચી પાણી રેડો આમ કરવાથી દૂધને તળિયે ચોંટશે નહીં.
જો તમે દૂધ ઉકાળવાનું ભૂલી જાઓ છો, તો દૂધમા ખાવાનો સોડા ઉમેરો આ તેને બગડતું અટકાવે છે. ધ્યાનમાં રાખો કે વધુ માત્રામાં ખાવાનો સોડા ન ઉમેરશો, દૂધનો સ્વાદ બગડી શકે છે.
પેકેજ્ડ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં કારણ કે કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે, જેના કારણે તે જીવાણુ મુક્ત રહે છે.
શણની કોથળીને ઠંડા પાણીથી ભીની કરીને તેમાં દૂધનું પેકેટ લપેટી લો.આનાથી તેને ગરમીમાં તેને ઠંડક મળશે અને તે સરળતાથી 5 થી 6 કલાક સુધી સચવાઈ રહેશે
જ્યારે દૂધ ઓરડાના તાપમાને એટલે કે સામાન્ય તાપમાને હોય છે, ત્યારેજ બેક્ટેરિયા તેમનું કામ કરે છે. આ માટે કાં તો તમે તેને ઠંડુ કરો અથવા તેને સમયાંતરે ગરમ કરતા રહો.