કરોળીયાના જાળાથી કંટાળી ગયા છો, આ ઉપાયો અજમાવો,મળશે છુટકારો


By Smith Taral23, Apr 2024 01:17 PMgujaratijagran.com

ઘણીવાર જાળા સાફ કરવા છતા વારંવાર કરોળીયા જાળા બનાવી દેતા હોય છે, રોજ જાળા સાફ કરવાથી સમય પણ વેડફાય છે. આજે અમે કેટલીક એવી ટ્રીક્સ લઈને આવ્યા છે જેનાથી તમે કરોળીયાના ત્રાસથી બચી શકશો. આવો જાણીએ

સૌપ્રથમ આ કામ કરો

જ્યારે તમે જાળા સાફ કરતા હોવ ત્યારે એકવાર તપાસી લો કે તેમા કરોળિયો તો નથી કારણ કે સાફ કર્યા પછી કરોળીયો તે બીજી દીવાલ પર ચોંટી જશે અને ફરીથી જાળ બનાશે. આ માટે તમારે સ્પાઈડર રિપેલન્ટનો ઉપયોગ કરવો.

ફુદીનાના પાન

ફુદીનાના પાનનું પાણી વાપરી શકો છો. જ્યા કરોળિયા વધારે જાળ બનાવે છે તે જગ્યાએ ફુદીનાના તેલનો સ્પ્રે કરો.

નારંગીની છાલ

લીંબુ અથવા નારંગીની છાલ એ પણ જાળા બનવાની જગ્યાએ રાખી શકો છો આના ગંધથી કરોળીયા દૂર ભાગે છે

વિનેગર

વિનેગરનો ઉપયોગ કરવાથી પણ કરોળિયાના જાળાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે એક સ્પ્રે બોટલમાં વિનેગર નાંખો અને જ્યાં કરોળિયાના જાળા હોય ત્યાં સ્પ્રે કરો,વિનેગરની તીવ્ર ગંધથી કરોળીયા દૂર કરી શકાય છે

તજ

તજની ગંધ ખૂબ તીવ્ર હોય છે જે કરોળિયાને ભગાડવામાં મદદ કરી શકે છે. જ્યાં કરોળિયાના જાળા વધું થતા હોય ત્યા તજનો પાવડર છાંટવાથી કરાળીયાને ભગાડી શકાય છે

શરીરમાં હિમોગ્લોબિન ઓછુ છે? આયર્નયુક્ત આ 7 વસ્તુઓનું સેવન કરો